<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

વંચિતો આનંદો :પુનઃ ચાલુ થશે આવાસ યોજના: રાજપીપળામાં પ્રધાનમંત્રી આવાસ યોજના પુનઃ ચાલુ થાય તેવી વંચિત રહેલા લોકોની માંગ

રાજપીપળા નગરપાલિકા હસ્તક ગત વર્ષોમાં ૩૦૦ થી વધુ લાભાર્થીઓએ આવાસ યોજનાનો લાભ મળ્યો હતો પરંતુ બાકી રહેલા લોકો પોતાનું પાકું મકાન થાય તેવી રાહ જોઈ રહ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:મોદી સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી હતી અને આ યોજના રાજપીપળા જેવા શહેર માટે આશીર્વાદ સમાન હતી, આ યોજના અંતર્ગત રાજપીપળા શહેર માં ૩૦૦ થી વધુ લાભાર્થીઓ ને લાભ પણ મળ્યો છે પરંતુ જે લાભાર્થીઓ બાકી રહી ગયા છે તેમની માંગ છે કે આ યોજના ફરી ચાલુ થાય અને બાકી રહી ગયેલા લોકોનું પોતાનું પાકું મકાન બને
   રાજપીપળા ખાતેથી મળતી માહિતી મુજબ ૨૦૧૭ ના વર્ષમાં રાજપીપળા નગરપાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવી હતી જેમાં કોઈપણ પ્રકારના વાંધા વિના અમદાવાદ ની માર્સ કન્સલ્ટન્ટ નામની એજન્સી દ્વારા સારું કામ થયું અને લગભગ ૩૦૦ થી વધુ લાભાર્થીઓ એ આ યોજના નો લાભ મેળવ્યો જેમાં કાચા મકાન કે મકાન વિના જમીન ધરાવતા લોકો ના પાકા મકાન બની ગયા,  આ યોજના ખરેખર મધ્યમ,ગરીબ વર્ગ ના પરિવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ કેમ કે યોજનામાં હપ્તે હપ્તે રૂ.3.50 લાખની સહાય ચુકવવામાં આવી હતી, જે ફક્ત સહાય છે અને આ રૂપિયા પાછા ભરવાના નહિ હોવાથી ઘર વિહોણા લોકો ના પાકા ઘર બની ગયા માટે મોદી સરકારની આ યોજના ને લોકો એ ખરેખર સાર્થક ગણાવી, પણ જે જે લોકો આ યોજના ના લાભ થી વંચિત રહી ગયા છે તેવા લોકો હવે પાલિકા કચેરી પર ફોર્મ ભરવા ધક્કા ખાઈ રહ્યા છે.પરંતુ હાલ આ યોજના બંધ હતી.
  આ યોજના ફરી ચાલુ થશે અને રકમ માં પણ વધારો થશે : મુખ્ય અધિકારી
 રાજપીપળા નગરપાલિકા ના મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા એ આ મુદ્દે જણાવ્યું કે તાજેતર માં જ ચૂંટણી પરિણામો આવ્યા બાદ હાલમાં જાહેરાત થઈ છે કે આ યોજના ફરી ચાલુ થશે અને ભૂતકાળ માં આ યોજના માં સહાય ની રકમ ૩.૫૦ લાખ મળતી હતી એ કદાચ પાચ લાખ જેવી થાય તેવા પણ સંકેત છે પરંતુ યોજના ચાલુ જરૂર થશે, જેથી બાકી રહી ગયેલા કાચા મકાન કે ફક્ત જમીન ધરાવતા લોકો ને તેનો લાભ જરૂર મળશે

(10:48 PM IST)