News of Friday, 14th June 2024
અધિક કલેકટર કક્ષાના પાંચ અધિકારીઓ આઇ.એ.એસ. કેડરમાં
બી.જે. પટેલ, કુમુદબેન યાજ્ઞિક, એ.બી. પાંડોર, બી.બી. ચોૈધરી અને બી.સી. પરમારનો સમાવેશ

રાજકોટ તા.૧૪: ભારત સરકારે જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના પાંચ અધિકારીઓને આઇ.એ.એસ. કેડરમાં બઢતી આપતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
જેમાં ભાવનગરના નિવાસ અધિક કલેકટર બી.જે પટેલ, ગુજરાતી મહિલા આયોગના સભ્ય સચિવ કુમુદબેન યાજ્ઞિક, દાહોદના અધિક નિવાસી કલેકટર એ.બી. પાંડોર, સુરત આદિવાસી પ્રોજેકટના બી.બી. ચોૈધરી અને અમદાવાદના ડે.મ્યુ. કમિશ્નર બી.સી. પરમારનો સમાવેશ થાય છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
