News of Friday, 14th June 2024
પાટણ નગરપાલિકા એ પાણી વેરામાં ૧૦૦% વધારો કર્યો પુરતુ પાણી આપવામાં પાલિકા નિષ્ફળ
ચોમાસું ઋતુની તૈયારીઓ છે ત્યારે ઠેરઠેર ગટરો ઉભરાવવી, કચરાના ઢગલાઓ, સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં...!

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૪: નગરપાલિકાએ પાણી વેરાના રૂા. ૬૦૦ વધારી રૂા. ૧ર૦૦ એક ઝાટકે લોકોનો વિરોધ હોવા છતાં પણ પાણી આપવામાં પાલિકાતંત્ર સાવ નિષ્ફળ નિવડેલ છે. પાટણ શહેરના યશબંગ્લોઝ, શૈલજા બંગ્લોઝ, કર્મભૂમિ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની વિકટ સમસ્યા છે. વારંવાર પાલિકામાં પાણીનો પ્રશ્ન ઉકેલવા માંગણી કરવામાં આવે છે, તેમ છતાં કોઇ નકકર પગલાં ભરવામાં નગરપાલિકાના સત્તાધિશો સતત નિષ્ફળ રહ્યા છે. નગરપાલિકા વોટરવર્કસ ચેરમેનશ્રીને પણ આ વિસ્તારના અગ્રગણ્ય અને પીઢ પત્રકારશ્રી જયંતીભાઇ ઠકકરે વારંવાર ટેલીફોન દ્વારા રજુઆત કરી છે. પાટણ પાલિકા વોટર વર્કસના ચેરમેને હાથ ખંખેરી નાખ્યા છે. ઉર ઉનાળે પાણીનો કાળો કકળાટ વ્યાપ્યો છે. ઠેર-ઠેર ગટરો ઉભરાઇ રહી છે. ગંદુ પાણી આવે છે.ભાજપના કોર્પોરેટરોએ ચુંટણીમાં મતો આપ્યા તેમ છતાં પ્રજાને આ લોકો ભૂલી ગયા. લોકસભાની ચુંટણીમાં કોર્પોરટરો પ્રજા વચ્ચે ગયા નથી, પણ મોદીના ચહેરાએ ૧પ હજારની લીડ આપી છે. નિષ્ફળ નીવડેલા કોર્પોરેટર અને પાલિકથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠયાની પ્રજામાં બુમરાડ ઉઠી છે. શહેરના બાગ-બગીચાઓ ઉજજડ થઇ ગયા છે. પ્રજામાંથી ઉઠતી ફરીયાદોને પાલિકાના સતાધિશો સાંભળવામાં નિષ્ફ/ નીવડયા છે. ઉપરથી પ્રજા માથે ડબલ કરવેરાથી આર્થિક બોજો નાખી દીધો છે. ચોમાસુ માથે બેઠું છે.
સ્ટ્રોમ વોટર લાઇનો ચોકપ થાય છે. ચોમાસામાં ઠેર-ઠેર ભુગર્ભના કનેકશનો, મોટરો મુકીને પાણી ખેંચી લેવું તે અંગે ઇન્સપેકટરો રાખી તપાસ કરાવવાની જરૂર છે. લીલીવાડીથી જલારામ મંદિર રોડ, હાઇવે તેમજ જયારે પાણીની વાલ ખોલવામાં આવે ત્યારે વોર્ડ ઇન્સપેકટરને તપાસ કરવાની જરૂર છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
