<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

લો બોલો...રાજપીપળા ના એક વેપારી દ્વારા ઉધાર ચાલુ છે તેવું બોર્ડ મારતા લોકોમાં આશ્ચર્ય

હંમેશા દુકાનો પર એકજ બોર્ડ જોવા મળે કે ઉધાર બંધ છે, પરંતુ રાજપીપળામાં એક વેપારી એ લખ્યું ઉધાર ચાલુ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આમ જોવા જઈએ તો ઘણા વર્ષો થી આપણૅ જોતા અને વાંચતા આવ્યા છીએ કે દુકાન,ગલ્લા કે અન્ય સ્ટોર માં હમેશા ઉધાર બંધ છે તેવા બોર્ડ મરેલા જોવા મળે છે, કોઈક વેપારી તો ઉધાર માંગી સરમાવસો નહિ જેવા શબ્દો નો પણ ઉપયોગ કરે છે માટે આવનાર ગ્રાહક ઉધાર માંગતા વિચાર કરે, જોકે આવા બોર્ડ મારનાર કેટલાક વેપારીઓ બોર્ડ મારવા છતાં અમુક ગ્રાહકો ને ઉધાર આપતા પણ હોય છે પરંતુ એ એમની અંગત બાબત છે.
આપે અત્યારસુધી ઉધાર ચાલુ છે તેવું બોર્ડ કયાંય વાચ્યું નહિ હોય કેમ કે દુકાનો ગલ્લા કે અન્ય જગ્યાઓ પર ફક્ત અને ફક્ત ઉધાર બંધ છે તેવું બોર્ડ માર્યું હશે અથવા કોઈપણ બોર્ડ નહિ માર્યું હોય પરંતુ રાજપીપળા માં એક વેપારી કે જેઓ આરો પ્લાન્ટ વેચવાનો ધંધો કરે છે તેમણે પોતાના મોટા હોલ્ડિંગ પર જ મોટા અક્ષરે ઉધાર ચાલુ છે તેવું લખાણ લખતા લોકો માં આશ્ચર્ય ઉભુ થયું હતું
   જોકે આ વેપારી સાથે અમે વાત કરી કે આટલી મોંઘવારી માં તમે ઉધાર ચાલુ છે તેવું બોર્ડ માર્યું છે તો કેમ આવું લખાણ લખવાની ફરજ પડી..? વેપારી એ જણાવ્યું કે હું નાનો હતો ત્યારથી એકજ બોર્ડ વાંચતો આવ્યો છું કે ઉધાર બંધ છે માટે મારે જરા હ્ટ કે કંઈ કરવું હતું જેમાં બધા ખાનગી ફાઇનાન્સ કંપની માંથી બાઈક, કાર કે અન્ય વસ્તુઓ હપ્તે અપાવે છે જેમાં મારે ત્યાંથી પણ ફાઇનાન્સ કંપની દ્વારા આરો પ્લાન્ટ હપ્તે અપાવવા માટે મે આ જાહેરાત કરી છે. ગ્રાહકો માટે તો ઉધાર જ છે પણ ફાઇનાન્સ કંપની થકી વસ્તુ આપવાની હોવાથી મે કઈક હટ કે કરવા આવું લખાણ લખ્યું છે. જેથી ગ્રાહક એકવાર તો શોપ ની મુલાકાત લેશે

(10:54 PM IST)