તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 15th June 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહેસાણાના કોચવા ( કંચનપર ) ગામમાં વિદ્યાસંકુલનું લોકાર્પણ કર્યું
જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા સંચાલિત અને અવિરાજ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેમાગૌરી અશોકકુમાર બારોટ વિદ્યાસંકુલનું લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહેસાણા જિલ્લાના કોચવા (કંચનપુર) ગામ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા સંચાલિત અને અવિરાજ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેમાગૌરી અશોકકુમાર બારોટ વિદ્યાસંકુલનું રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ દેશની આઝાદીથી આજ સુધી ચૂંટણી કરવાની જરૂર પડી નથી તેવા કોચવા ગામને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સમરસ ગ્રામ પંચાયતના વિચારને ચરિતાર્થ કરતું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે આ સરકારી પ્રાથમિક શાળાના દાતાઓને બિરદાવતાં જણાવ્યું કે, સમાજના વિવિધ વર્ગો-સંસ્થાઓ જ્યારે સરકારના પ્રયાસોમાં સહભાગી બને ત્યારે વિકાસની ગતિ બેવડાતી હોય છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ સૂત્રને સાકાર કરતી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતિ’ યોજનાઓ બાબતે વિસ્તૃત માહિતી આપી ગ્રામજનોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને સાથોસાથ પર્યાવરણ બાબતે જાગૃતિ કેળવી ગામને હરિયાળું બનાવવાની પણ અપીલ કરી હતી
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
