<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

રાજ્યમાં જામતો વરસાદી માહોલ : બપોરે 4 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ

ખંભાળિયમાં 7.3 ઇંચ, પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2.1 ઇંચ, રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો

અમદાવાદ : આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળિયામાં 7.3 ઇંચ, પોરબંદરમાં 2.5 ઇંચ, ભાણવડમાં 2.1 ઇંચ, રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગારિયાધારમાં 19 મિ.મી., ધરમપુરમાં 15 મિ.મી., માંગરોળમાં 12 મિ.મી., લિલિયામાં 11 મિ.મી., પાલિતાણામાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.

(8:13 PM IST)