<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફરિયાદ કર્યા બાદ, પોલીસની કાર્યવાહીથી લોકો સંતુષ્ટ છે કે કેમ? ગુજરાતમાં સહુ પ્રથમ વડોદરા સોંપીનો અનોખો જનસંપર્ક પ્રયોગ : પોતાના નજીકના પોલીસ મથકમાં ફરીયાદ આપનાર ફરિયાદીને સંબંધક પોલીસ મથકમાં પોહચી લોકોને કોઈ ડર વગર સારુ લાગે તેવું નહિ, જે સાચું હોય તે જ જણાવવા નરસિંહમાં કોમાર જણાવી રહ્યા છે : આ રહ્યા પોલીસ કમિશનરના ૪ સવાલ પોલીસનો અનુભવ કેવો રહ્યો! વર્તન યોગ્‍ય હતું કે કેમ? કાર્યવાહી સંતોષકારક લાગી, પોલીસ તમારી ફરિયાદ સાંભળવા તત્‍પર હતી કે તેનું વલણ પરાણે ફરિયાદ લેતા હોય તેવી હતી? સિનિયર સિટીઝન સાથે જવાબદાર અધિકારી યોગ્‍ય વર્તન કરે છે કે કેમ? આનું કારણ એ છે કે જવાબદાર જો શુષ્‍ક હોય તો સ્‍ટાફ પણ એ માર્ગે વળે છે, જોકે ફિડબેક મહદ અંશે ખૂબ સારા મળી રહ્યા છે10:41 AM IST

૧૪ વર્ષની બાળા સાથે પોપટપરાના નામીચા મિહીર કુગશીયા સહિત ૭નો ગેંગરેપઃ ભક્‍તિનગર પોલીસે ૪ને દબોચ્‍યા : સગીરાને તેની જ સગીર વયની બહેનપણીએ છોકરાઓ સાથે ફ્રેન્‍ડશીપ કરવા, વાતો કરવા મોબાઇલ દીધોઃ એક જણાએ સીમ કાર્ડ આપ્‍યું: પછી ઇન્‍સ્‍ટાગ્રામ પર આઇડી બનાવી અલગ અલગ છોકરાઓ સાથે વાતો કરાવીઃ આ છોકરાઓ સાથે ફરવા જવાનું કહી પોતે પણ સાથે જતી, પણ પછી સગીરાને જે તે શખ્‍સ સાથે મોકલી પોતે અલગ પડી જતી એક વખત તો ડરના માર્યા અગાઉ સગીરાએ એસિડ પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતોઃ મહિલા પોલીસ અને શી ટીમની હાજરીમાં ફરિયાદ લેવાઇઃ મિહીર કુગશીયા પોલીસની ઓળખ આપી બસ સ્‍ટેશન પાછળની હોટેલમાં બે વખત લઇ ગયો અને બળજબરી આચરી ધમકાવીઃ રજાકે પણ હોટેલમાં લઇ જઇ બળજબરીનો પ્રયાસ કર્યોઃ બે દિવસ પહેલા ફરી વખત કારમાં બેસાડી ધવલના ઘર નજીક લઇ ગયોઃ અહિ કારમાં જ રજાકે છરીની અણીએ અને બાદમાં વારાફરતી આસીફ અને ધવલે પણ બળજબરી આચરી લીધીઃ મધરાતે ઘરે પહોંચી માતા-પિતાને જાણ કર્યા બાદ ભક્‍તિનગર પોલીસને જાણ કરાઇ મિહીર કુગશીયા પોલીસનો સ્‍વાંગ રચી લૂંટ ચલાવવાના ગુનાઓમાં ચડી ગયો છે પોલીસ ચોપડેઃ હવે ગેંગરેપમાં સંડોવાયો મોટા ભાગના હવસખોરો ઇન્‍સ્‍ટાગ્રામથી મેસેજ કોલ કરી સગીરાને ફરવા જવા, આટો મારવા જવાના બહાને લઇ ગયા અને હવસખોરી આચરી હોવાનું ખુલ્‍યું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમાર, એએઅસાઇ નિલેષભાઇ મકવાણા, તોરલબેન જોષીએ ગુનો નોંધી કાર્યવાહી કરી3:12 PM IST

‘ડબલ મર્ડર' સ્‍વીકારી જીણાએ પોલીસ સ્‍ટેશનમાં ઝેર પીધું: દિકરા વિનયે અગાઉ જ પિતા મનસુખભાઇને અલ્‍પેશ સાથે દારૂ નહિ પીવા ચેતવ્‍યા હતાં : જુગારી જીણા ભગત ઉર્ફે જીણા ગોહેલનું ઘર અગાઉ પોલીસને મનસુખભાઇએ બતાવ્‍યું હોઇ તેનો ખાર હતો, તેમજ મનસુખભાઇનું મકાન પણ જીણાને પચાવવું હતું: પોતાના માણસ અલ્‍પેશભાઇને કારણે પોતાને લાખોની નુકસાની ગઇ હોઇ તેનો પણ જીણાને કાંટો કાઢવો હતોઃ ચાર કોથળી દારૂ અલ્‍પેશભાઇ મારફત જીણાએ પીવા મંગાવ્‍યોઃ પછી તેની જાણ બહાર દારૂમાં ઝેરી દવા ભેળવી ‘હવે મારે નથી પીવો, તમે બે'ય પીવો' તેમ કહી જીણો નીકળી ગયા બાદ અલ્‍પેશભાઇ અને મનસુખભાઇએ દારૂ પીધો અને જીવ ગયો : વિનય ડાભીને શંકા હતી કે જીણો નક્કી કંઇક કરશે આથી તેણે પિતાને સમજાવેલા કે તમે હમણા જીણાના માણસ અને તમારા મિત્ર એવા અલ્‍પેશભાઇ સાથે દારૂ પીવા બેસતા નહિઃ પણ મનસખુભાઇએ વાત કાને ન લીધી અને દિકરા વિનયની શંકા કમનસિબ રીતે સાચી ઠરીઃ બી-ડિવીઝન પોલીસે જીણા સામે હત્‍યાનો અને આત્‍મહત્‍યાના પ્રયાસનો એમ બે ગુના દાખલ કર્યા : જીણાએ વધુ પુછતાછથી અને ધરપકડથી બચવા પોલીસની ફરજમાં રૂકાવટ કરી વાંદા મારવાની દવાની બોટલ ટેબલ નીચેથી ઉઠાવી પોતાના મોઢામાં ઘણા સ્‍પ્રે મારી લીધાઃ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએઅસાઇ સોલંકી, રાઇટર હીરાભાઇ રબારી અને ટીમે ભેદ ઉકેલ્‍યો12:34 PM IST

કાલે એક પણ મેડીકલ સ્‍ટોર નહિં ખૂલેઃ હડતાલ : રાષ્‍ટ્રીય કક્ષાના કેમીસ્‍ટોના સંગઠન દ્વારા બંધનું એલાનઃ વેપારીઓ ધૂવાંપૂવાં * ઓનલાઇન ફાર્મસી દ્વારા બિનનિયમીત દવા વેચાણની શકયતા સામે દવાબજારનો ભારે વિરોધઃ ડુપ્‍લીકેટ-નકલી દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્‍ય સાથે છેડછાડનો વિરોધ, કોર્પોરેટ-ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે-ડીપ ડીસ્‍કાઉન્‍ટ, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફિકેશન સહિતના મુદે રાજકોટની ૧૬૦૦ સહિત દેશની સાડાબાર લાખ દવાની દુકાનો કાલે બંધ રહેશે * ઇમરજન્‍સી દવાઓ માટે કેમીસ્‍ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇ દ્વારા ખૂલ્લા રહેનાર મેડીકલ સ્‍ટોર્સનું લીસ્‍ટ તથા કારોબારી મેમ્‍બર્સના નામ, હેલ્‍પલાઇન નંબર જાહેર કરાયા3:34 PM IST

સાવરકુંડલામાં યુવાનની આંખમાં મરચુ છાંટી ક્રુર હત્યા : રાજુલાના બાબરીયાધારનો યુવાન સાવરકુંડલા સાસરીયેથી પત્‍નિને તેડવા ગયો ત્‍યાં જ રહેતાં ફઇના દિકરા જગદીશના ઘરે બેસવા જતાં જગદીશે પૈસા માંગતા હર્ષદે ના પાડીઃ પણ તેની પાસે પૈસા જોઇ જતાં હીચકારો હુમલો કર્યોઃ જે જીવલેણ નીવડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું ૨૮ વર્ષિય હર્ષદ પરમારની આંખમાં ફઇના દિકરા જગદીશની પત્નિ દયાઍ મરચાની ભુકી છાંટી, જગદીશ અને બે અજાણ્યાઍ પાઇપ-કુહાડીના ઘા ઝીંક્યાઃ યુવાને રાજકોટમાં દમ તોડ્યો હુમલો થયા પછી જીવ બચાવવા હર્ષદ ફઇના દિકરાના ઘરેથી ભાગી બજારમાં પહોંચી ગયોઃ અહિ પણ જગદીશ, તેની પત્‍નિ અને બે અજાણ્‍યાએ આંતરી લઇ ફરીથી હુમલો કર્યોઃ સાવરકુંડલા પીઆઇ જી. આર. વસૈયાએ કાર્યવાહી કરી2:15 PM IST