News of Sunday, 16th June 2024
ટંકારી ગામની સીમમાં સૂતેલા યુવાન પર હાઇવા ટ્રક ચઢી જતા પગમાં ફેક્ચર બાદ સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ટંકારી ગામની સીમના ખેતરમાં સૂતેલા વ્યક્તિ ઉપર હાઇવા ટ્રક પગ ઉપરથી પસાર થતા પગલાં ફેક્ચર થયું હતું ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર વિનોદભાઈ ભાઈલાલભાઈ બારીયા( રહે.ટંકારી તા.નાંદોદ જી.નર્મદા નાઓ )એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમના ભાઈ યોગેશ ભાઈલાલભાઈ બારીયા રહે.ટંકારી તા.નાંદોદ જી.નર્મદા નાઓ ટંકારી ગામની સીમમાં નરપતસિંહ સોમસિંહ બરકાલા નાઓના ખેતરમાં ટ્રેકટરથી લોટરી મારવા માટે ગયેલ તે દરમિયાન યોગેશભાઈ નાઓ ખેતરના સેઢા ઉપર ઉંઘતા હતા ત્યારે અચાનક જ એક હાઈવા ટ્રક રજી નં.GJ-22-T-0685 ચાલકે સિગ્નલ આપ્યા વગર ટ્રક રિવર્સમાં ચલાવી લાવી યોગેશભાઈના પગ ઉપર ચડાવી દેતાં તેમને ડાબા પગના જાંઘ ઉપર ફ્રેકચર કરી તથા જમણા પગની જાંઘ ઉપર ઈજાઓ કરી થઈ હતી ત્યારબાદ આ યુવાન ને અમદાવાદ સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજપીપળા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
