News of Sunday, 16th June 2024
તિલકવાડા તાલુકાના નાનકડા ગામની દીકરી સાયમાં ઠાકોરનો નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટિમમાં થયો સમાવેશ
સાયમાં ઠાકોર બકરી ઇદના પર્વ નિમિત્તે તિલકવાડાના નલિયા ગામે આવતા ગામ લોકોએ ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નાનકડા એવા નલિયા ગામની દીકરી સાયમાં ઠાકોર જેને નાનપણથી જ ક્રિકેટ નો શોખ હતો. તેને શરૂઆત માં ફૂટબોલથી કેરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ક્રિર્કેટમાં તેને વધુ રસ હોવાથી સાયમાં ઠાકોરે જિલ્લા લેવલથી ક્રિકેટની શરૂઆત કરી, સ્ટેટ લેવલે પહોંચી અને હવે નેશનલ લેવલે મહિલા ક્રિકેટ ટિમમાં સિલેક્શન થતા જિલ્લાવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. આજરોજ સાયમાં ઠાકોર નલિયા ગામે પહોંચતા ગામ લોકો દ્વારા ફુલહાર પહેરાવી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતમાં ક્રિકેટ એ દરેક ભારતીયની પ્રિય રમત છે. નાના બાળકથી લઇ મોટા યુવા અને વયો વૃદ્ધ લોકો પણ ક્રિકેટને બહુ પ્રેમ કરે છે. અને ક્રિકેટ રમવું એ દરેકને ગમે છે. નેશનલ લેવલે ક્રિકેટ રમવું એ દરેક યુવાન નું સપનું હોય છે. ત્યારે આવું જ એક સપનું લઈને તિલકવાડા તાલુકાના નલિયા ગામની દીકરી સાયમાં ઠાકોર પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. તિલકવાડાના નાનકડા એવા નલિયા ગામે પોતાનું બાળપણ વિતાવી નાની ગલીઓમાં ક્રિકેટ રમતી સાયમાં ઠાકોર ધીમે ધીમે જિલ્લા લેવલે ક્રિકેટ રમી ત્યાર બાદ તેનું સ્ટેટ લેવલે સિલેક્શન થયું અને પછી મહિલા આઈ.પી.એલ ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયુ હતું. મહિલા આઈ.પી.એલ ટીમમાં સારું પ્રદર્શન કરતા હાલ સાયમા ઠાકોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના લોકોમાં ખુશી ની લાગણી છવાઈ છે. સાયમઆ ઠાકોર નલિયા ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા સાયમાં ઠાકોર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, ફુલહાર પહેરાવી સાયમાં ઠાકોર ને અભિનંદન સાથે શુભકામના પાઠવવામાં આવી હતી.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
