હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ પડ્યો : ખંભાળીયામાં અનરાધાર 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
પોરબંદરમાં અઢી ઈંચ, ભાણવડમાં બે ઈંચ, રાણાવાવમાં સવા ઈંચ, નખત્રાણા એક ઈંચ, ગારીયાધારમાં એક ઈંચ અને દ્વારકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયું હતું. ગઈકાલે પોરબંદર જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે.
16 જૂનના રોજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઈંચથી વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં અઢી ઈંચ, ભાણવડમાં બે ઈંચ, રાણાવાવમાં સવા ઈંચ, નખત્રાણા એક ઈંચ, ગારીયાધારમાં એક ઈંચ અને દ્વારકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ધરમપુરમાં 15 મીમી, લીલીયામાં 14 મીમી, કોટડા સાંગાણીમાં 13 મીમી, સુરતના માંગરોળમાં 12 મીમી, પાલીતાણા અને બાબરામાં 10-10 મીમી વરસાદ નોંધાયો છે.
કપરાડામાં 9 મીમી, વાંકાનેરમાં 7 મીમી, કલ્યાણપુરમાં 5 મીમી, વલસાડ અને મોરબીમાં 4-4 મીમી, અમરેલી, કુતિયાણા અને માણાવદરમાં 3-3 મીમી વરસાદ જ્યારે જામજોધપુર, પડધરી, વિંછીયા અને કામરેજમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
