<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

નિયમ ભંગ કરનારને આજથી પાંચ કલાક પોલીસ મથકમાં બેસાડી દેવાના ગુજરાતના ઇતિહાસનો અદ્‌ભૂત નિર્ણયનો અમલ શરૂ

ગજ્જબ છતાં ગુબ્‍બારો નહિ, આદતથી મજબુર લોકોએ ૧૦૧થી વધુ વખત ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કર્યો છે !! લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવાના સુરત પોલીસના વાયરલ વીડિયોની ભીતરી કથા : આજ પરોઢથી ટોચના અધિકારીઓ સાથે ૮૦ ટીમો રોડ પર ઉતારી સીપી અનુપમસિંહ ગેહલોત, અમલવારી જોવા પોલીસ કમિશનર દ્વારા વિવિધ સ્‍થળે સરપ્રાઇઝ વિઝીટ : ૧ લાખ ૪૫ હજાર લોકોએ પાંચથી ૧૦ વખત નિયમ તોડી અન્‍ય લોકોના જીવ જોખમમાં મુકતા હર્ષ સંઘવી સાથે પરામર્શ કરી હિમતભર્યો નિર્ણય કર્યો

રાજકોટ તા. ૧૭ : સુરત શહેરમાં ટૂંકા સમયમાં લોકોના સાથ સહકારથી કાયદો વ્‍યવસ્‍થાની જડબેસલાક પરિસ્‍થિતિ નિર્માણ કરનાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સતત એક સમસ્‍યા કેવી રીતે હલ કરવી તેનાથી પરેશાન હતા, આમ તો આખું સુરત ચોક્કસ લોકોને બાદ કરતાં પરેશાન હતું, યોગાનુયોગ સુરત જેમનું હોમ ટાઉન છે તેવા હર્ષ સંઘવી પણ આ બાબતથી પરેશાન હતા.

આ પ્રશ્નના લોકોના જીવને જોખમમાં મૂકતાં પ્રશ્નને હલ કરવા પોલીસ કમિશનર ઓફિસે પહોંચી ગયા અને સીપી સહિત ટોચના અધિકારીઓ સાથે ચર્ચાનું મંથન એવું નીકળ્‍યું કે સુરતના નિર્દોષ લોકો કે કોઈના લાડકવાયા માસૂમ સંતાનો અકાળે કરમાતા બચાવવા હોય તો હવે આમાં દવાના કોઈ ડોઝ કામ નહિ કરે આમાં સર્જરી જ ઉકેલ છે અને લોકોના વિશાળ હિતમાં આદતથી મજબૂર નિયમોનો જેમણે વારંવાર ભંગ કરવાની આદત છે તેમના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા, આમાં પણ જેમને ૫૧ થી ૧૦૦ વાર કે ૧૦૧ વખતથી અધધ વખત કાયદાની એસી તેસી કરી નિયમ ભંગ કર્યા  છે તેમની સંખ્‍યા ખૂબ મોટી હોવાથી તેમના લાઈસન્‍સ પ્રથમ સસ્‍પેન્‍ડ કરવા અને આરટીઓ પણ આ બાબતે એક્‍ટિવ રહે તેવી નીતિ નક્કી કરવામાં આવી.              આ બધી અમલવારી થાય ત્‍યાં સુધી ચૂપ બેસી રહેવાને બદલે જયા વહેલી સવારથી ચહલ પહલ શરૂ થાય છે તેવા સુરત શહેરમાં માત્ર ટ્રાફિક બ્રાન્‍ચ નહિ, પોલીસ મથકો અને ટોચના અધિકારીઓની ૮૦ ટીમો અનુપમસિહ ગેહલોતે મેદાને ઉતારી ,આ બાબતની અમલવારી કેવી રીતે થાય છે તે જોવા વિવિધ વિસ્‍તારોમાં ફર્યા હતા.   

માસૂમ બાળકો માટે જીવતા માનવ બોંબ બને તેવા આદતથી મજબૂર લોકોથી ઉગારવા માટે નિયમ ભંગ કરતા ઝડપાઇ તેને પાંચ કલાક પોલીસ મથકમાં બેસાડી દેવા આદેશ આપવામાં આવ્‍યા છે, પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાં સીપી વતીવિવિધ બાબતોનું સંકલન કરવાની મહત્‍વની જવાબદારી સુપ્રત થયાનું સૂત્રો જણાવે છે.

(1:54 PM IST)