<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 20 સપ્ટેમ્બરે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગેની સમીક્ષા બેઠક તેમજ નિરીક્ષણ કરશે : નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ સાકાર કરશે : નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ ₹4500 કરોડના ખર્ચે તૈયાર થશે : નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે, દુનિયાની સૌથી મોટી અંડર વૉટર થીમિંગ ઓપન ગેલેરી પણ બનાવવામાં આવશે, મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે 3:55 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું : માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો : મુખ્યમંત્રી : ઉદ્યોગ મંત્રીશ્રી - પાણી પુરવઠા મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ5:06 PM IST

નરેન્‍દ્રભાઈ સોલંકીના નેતૃત્‍વમાં રવિવારે કડિયા સમાજનો ભવ્‍ય સરસ્‍વતી સન્‍માન સમારોહઃ હજારોની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓનું સન્‍માન કરાશે : સન્‍માન સમારોહ તા. ૨૧ રવિવારના સવારે ૮-૩૦ કલાકે, બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદિર હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે : ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ, ગુ.ક્ષ.કડિયા શ્‍યામવાડી ટ્રસ્‍ટ, મોહન માંડણ વિદ્યાર્થી બોર્ડીંગ, ગુ.ક્ષ.કડિયા વિદ્યાર્થી મંડળ, ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ પ્રગતી મંડળ, સાંસ્‍કૃતીક અને રમતગમત સમિતિ દ્વારા ગુ.ક્ષ. કડિયા સમાજના દરેક વર્ગના દરેક લોકોને ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ : ત્રિવેણી સંગમઃ દરેક ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે પાકા પૂંઠાના ૧૫૦ પેજના ૯ ચોપડાનો સેટ તથા સ્‍કૂલ બેગ અર્પણ કરાશેઃ દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ, ઇનામ અને સન્‍માનપત્ર આપી બહુમાનિત કરાશે 3:49 PM IST

વિસાવદરના માલધારી પ્રકરણમાં રાહુલ ગાંધીની એન્ટ્રીનાં સમાચારોથી મામલો વધુ ગરમાયો : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, પાલભાઈ આંબલીયા, ગોવિંદભાઈ દેવાઈ સહિતના નેતાઓ માલધારી છાવણીમાં : અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના જહાંગીર બ્લોચની સતત હાજરી : માલધારી સમાજ અને મકરાણી સમાજના ધાડેધાડા જૂનાગઢ ભણી : જબરી ઉત્કંઠા : વનતંત્રના કથિત ત્રાસથી માલધારીએ આપઘાત કર્યાના બનાવમાં નવો ફણગો : માલધારી પરિવારને ન્યાય નહીં મળે તો રાહુલ ગાંધી સિવિલ હોસ્પિટલ પહોંચશે : ૨૪ કલાક બાદ પણ પોલીસે ફરિયાદ નહીં નોંધતાં મૃતકના પરિવારે મૃત્તદેહ ન સ્વીકાર્યો, સમજાવટ માટે તંત્રએ કરેલા પ્રયાસ નિષ્ફળ :વનવિભાગના ACF, RFO સહીત ૪ સામે FIRની માંગ સાથે માલધારી સમાજ અડગ : SDM, DCF, RFOના સમજાવટના પ્રયાસો નિષ્ફળ, IG સાથે પરિવારની બેઠક12:08 PM IST

મોરબીમાં ૧૦ લાખ વૃક્ષોનું વન કવચ એ વડાપ્રધાનના જન્‍મદિવસની સૌથી મોટી ભેટ છેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ : નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમિતે મોરબીમાં ટૂંકા ગાળામાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ ભારતના વિશાળ વન કવચ ‘નમો વન'નું મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે લોકાર્પણ કર્યું ગ્રીન કવચ વધારવા ગુજરાત અગ્રેસરઃ ગુજરાત રાજ્‍યમાં ૩૦૦ હેકટર જમીનમાં ૨૦૭ વન કવચ ઉપરાંત ૭૫ વડ વૃક્ષોનું એક એવા ૮૨ વડ વન તૈયાર કરાયા છેઃ આવતી કાલ માટે પાણીનું આગોતરૂ આયોજન કરવા માટે રાજ્‍ય સરકારે ‘કેચ ધ રેઈન-૨.૦' યોજના અમલી બનાવી છે ‘મોરબી ઔદ્યોગિક નગરી સાથે વૃક્ષ નગરી બને, જેથી પર્યાવરણની જાળવણી થશે' વન અને પર્યાવરણ મંત્રીઃ મુળુભાઈ બેરા1:30 PM IST