<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

એક પેડ, માં કે નામઃ ભાજપનું વૃક્ષારોપણ અભિયાન આઓ મિલકર પેડ લગાએ, હરભરા ગુજરાત બનાએ...

રપ મીએ કટોકટી દિન મનાવાશેઃ ૩૦ મીએ ચૂંટણી પછી પ્રથમવાર વડાપ્રધાનની મન કી બાત

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાત ભાજપ દ્વારા આગામી દિવસોમાં વૃક્ષારોપણ, કટોકટી કાળો દિવસ, મન કી બાત વગેરે કાર્યક્રમો નકકી થયા છે. તા. ર૩ જુનથી ૬ જૂલાઇ સુધી તમામ બુથ પર ‘એક પેડ માં કે માં કે નામે અભિયાન ચાલશે. તેના પ્રદેશ સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્‍યક્ષ મહેન્‍દ્ર પટેલ તથા સહસંયોજક તરીકે હિરેન હિરપરા (અમરેલી) અને ધારાસભ્‍ય પ્રવિણ માળીને નિયુકત કરવામાં આવ્‍યા છે.

તમામ બુથ પર ‘એક પેડ માં કે નામ' વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે ભાજપે પરિપત્ર કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તા. પ જૂન ર૦ર૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે દિલ્‍હીના બુધ્‍ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવીને ‘એક પેડ માં કે નામ' અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને આગળ વધારતા પક્ષના રાષ્‍ટ્રીય સ્‍તરથી પેજ  પ્રમુખ સ્‍તર સુધીના તમામ કાર્યકર્તાઓએ માતાના ફોટા સાથે ઉભા રહેવું તેમજ માતાની તસ્‍વીરની નીચે ‘એક પેડ માં કે નામ'  લખવું જોઇએ. તેની પોસ્‍ટ કરવી તેમજ ટવીટ અને સોશિયલ મીડિયા દ્વારા શકય તેટલી વધુ શેર કરીને મોટા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવો.

દેશના દરેક નાગીરકો આ અભિયાનમાં ભાગ લે તેમજ જાહેર સંસ્‍થાઓ, શાળાઓ, કોલેજો, શૈક્ષણીક સંસ્‍થાઓ અને એનજીઓને પણ આ અભિયાનમાં સામેલ કરવા. પર્યાવરણ સંરક્ષણ માટે પક્ષ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવું તેમજ કોઇપણ કાર્યક્રમ પહેલા વૃક્ષારોપણ થાય તેવું આયોજન કરવું.

‘એક પેડ માં કે નામ' કાર્યક્રમને લોકોનો કાર્યક્રમ બનાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું. સ્‍વચ્‍છ ભારત, સ્‍વસ્‍થ ભારત, પ્‍લાસ્‍ટીક મુકત અભિયાનને ધ્‍યાનમાં રાખીને તા. ર૩ મી જૂન થી ૬ ઠ્ઠી જુલાઇ સુધી  તળાવો, કુવાઓ અને અન્‍ય પાણીના પ્રવાહો, પાણીનાસ્ત્રોતોના લક્ષ્યાંક બનાવીને પ્‍લાસ્‍ટીક મુકત અભિયાન હાથ ધરવું. તેમ કાર્યકરોને  જણાવ્‍યું છે.

તા. રપ જુને કટોકટી દિન મનાવાશે. ઉપરાંત ૩૦ જુને વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ તમામ બુથ પર સામુહિક રીતે સાંભળવામાં આવશે. નરેન્‍દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્‍યા પછી પ્રથમ વખત મન કી બાત રેડીયો કાર્યક્રમ આવી રહ્યો છે.

(11:54 AM IST)