<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

જેમની બદબુથી ઘણા આઘા ભાગતા હતા તેને સુરત પોલિસે નવડાવ્‍યા, નવા કપડાં પહેરાવી પરિવાર સુધી પહોચાડવા આખું અભિયાન શરૂ કર્યું

સોશ્‍યલ મીડિયામાં લાખો લોકો દ્વારા લાઈક... હર્ષ સંઘવીએ પણ ટ્‍વીટ કર્યું તે માનવીય કાર્યની કથા સીપી અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ડીસીપી પિનાકીન પરમારનાં મુસાફિર હું યારો પ્રોજેકટ અંગે વાંચી મોઢામાંથી વાહ શબ્‍દ નીકળ્‍યા વગર નહી રહે

રાજકોટ તા. ૧૮ : દિવસો સુધી રેઢા રહેલા સુરતના સદનસીબે રીઢા ગુનેગારો, માથાભારે કે લુખ્‍ખાગીરી માટે જાણીતા તત્‍વોને પકડી, ગેર કાયદે હથિયારો સામેથી પોલિસ પાસે જમાં કરે, ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા તત્‍વોને કાયદાનું ગૂજરાતનાં ઇતિહાસમાં કોઈ દ્વારા ન થયું હોય તેવું ભાન કે પછી પીસીબી પીઆઇ આર.એસ સૂવેરા ટીમની મદદથી રીઢા ગુનેગારોને પાસા તડીપાર જેવા રેકોર્ડ બ્રેક પગલાંઓ લેનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખૂબ ધાર્મિક વૃત્તિ સાથે માનવીય અભીગમમાં પણ મોખરે છે .  

ઘણી વખત માનસિક તકલીફને કારણે એકલાં પડી ગયેલા લોકો ન્‍હાયા ધોયા વગર જે મળે તેનાથી પેટ ભરી લેતા હોય છે, તેમની અસ્‍વચ્‍છતા તેમના માટે બિમારીનું કારણ બનતી હોય છે, આવા લોકોના આંસુ લૂછવા અનુપમસિંહ ગેહલોત સતત તત્‍પર હતા, આ દરમિયાન તેમને તેમના જેવો જ માનવીય અભિગમ ધરાવતા ડીસીપી પિનાકીન પરમારનો સહયોગ મળ્‍યો અને ગુન્‍હાની દુનિયાથી એક અલગ પ્રોજેકટ શરૂ થયો , આ પ્રોજેક્‍ટને નામ પણ તેના કાર્ય અનુરૂપ આપવામાં આવ્‍યું છે, ‘મુસાફિર હું યારો' આ મુસાફિર હું યારો એ ખૂબ જાણીતું ગીત છે, એની બીજી લાઇન એટલે ન ઘર હે ઠિકાના,  મુજે ચલતે જાનાં હે, આમ આ પ્રોજેક્‍ટને આ કાર્ય અનુરૂપ સુંદર ટાઇટલ આપવામાં આવ્‍યું છે.     

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટ અંગે ડીસીપી પિનાકીન પરનારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે, ભિખારી નહિ પણ સમયના માર્યા ઘણા લોકો આવી રીતે નાહ્યા ધોયા વગર ફાટેલ તૂટેલ લઘર વઘર કપડાં અને જે કંઇ મળે તે આપને અજુક્‍તું લાગે તે રીતે ખાતા હોય છે, તેમના કપડામાં પણ વાસ હોય છે, આવા લોકો તરફ સુગ રાખવાના બદલે અમે મહિધરપરા સહિત પોલીસ સ્‍ટાફની મદદથી શોધી તેને નવડાવી ધોવડાવી સારા કપડાં પહેરાવી, સારો ચા નાસ્‍તો ભોજન કરાવી તેમની ત્રૂટક ત્રૂટક પૂછપરછ કરી પરિવાર સાથે મિલન કરાવવામાં લેટેસ્‍ટ ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે.

આર્ટીફીશયલ ઇન્‍ટેલિજન્‍સની મદદથી પાંચ દશ વર્ષ કે વધુ વર્ષ અગાઉ કેવા લાગતા હતા, તે જોઈ આવા લોકોના પરિવાર શોધી તેનો મેળાપ કરાવાય છે તેમ પિનાકીન પરમારે જણાવ્‍યું ત્‍યારે તેમના મોઢા પર એક સારા કાર્યની ખુશી ઝલકતી હતી, આવા લોકો છે, જેને આવા કાર્યથી પણ ઘણું મેળવ્‍યાનો સંતોષ છે, રાજયના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોતાના ટ્‍વીટર પર આ કાર્યની નોંધ લીધી છે,આ ઘટના સોશ્‍યલ મીડિયામાં લાખો લોકો દ્વારા લાઈક કરવામાં આવી છે.

(12:03 PM IST)