News of Tuesday, 18th June 2024
આજથી રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ:હજારો વાનના પૈડાં થંભી ગયા: સ્કૂલવાન ચાલકોની હડતાળને લઈ વાલીઓ ભારે મુશ્કેલીમાં: સુરતમાં વરસતા વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મુકવા આવવામાં હાલાકી : વાલીઓમાં વાન ચાલકોની હડતાળને લઈને રોષ

અમદાવાદ : આજથી રાજ્યભરમાં સ્કૂલવાન ચાલકોની હડતાળ છે. સ્કૂલવર્ધી એસોસિએશને આ નિર્ણય લીધો છે. હડતાળને પગલે હજારો વાનના પૈડાં થંભી ગયા છે. સ્કૂલવાન ચાલકોની હડતાળને લઈ વાલીઓ ભારે મુશ્કેલીમાં છે.
દરમિયાન સુરતમાં વરસતા વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએ મુકવા આવવામાં હાલાકી પડી રહી છે. વાલીઓમાં વાન ચાલકોની હડતાળને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ ઉનાળુ વેકેશન પૂરુ થઈ ગયું છે અને નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું છે. ત્યારે આ હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવુ પડી રહ્યું છે. રિક્ષા-સ્કૂલવાન ચાલકોએ કાયદેસરની પરમીટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
