<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

૮૫ લાખની સનસનાટીભરી લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

૧ કિલો ૯૬ ગ્રામ સોનુ અને રોકડના સમાવેશ સ્‍થળનું અમદાવાદની આ લૂંટે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્‍યો હતો પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં કે-ડિવીઝન એસીપી યુવરાજસિંહ ગોહિલ, સિનીયર પીઆઇ એસ.એ.પટેલ ટીમ સીપીની કસોટીમાં ખરી ઉતરી

રાજકોટ તા. ૧૮ :  અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ ૮૫ લાખની લૂંટનાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડવામાં અંતે કે ડિવિઝનનના મદદનીશ પોલીસ કમિશ્નર યુવરાજસિંહ ગોહિલના નેતૃત્‍વ હેઠળ સિનિયર પીઆઈ એસ.એ.પટેલ તથા ઝોન, ૬ના એલસીબી સ્‍કવોડ અને સર્વેલન્‍સ સ્‍કવોડને સફળતા મળતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સેક્‍ટરવડા નીરજ બડ ગુજ્જર સમક્ષ કે ડિવિઝનનાં એસીપી યુવરાજસિંહ ગોહિલે આપેલ વચન પાળી બતાવ્‍યું છે. 

અત્રે એ યાદ રહે કે અમદાવાદના ગીતામંદિર  આરોગ્‍ય ભવન સામેથી, ૮૫ લાખની લૂંટ થયેલ,  આવડી મોટી લૂંટ હોવાથી સ્‍થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ સામેલ કરવાનો નિર્ણય વિચારાધીન હતો, યુવરાજસિંહ ગોહિલ દ્વારા પોતાની ટીમ આ આરોપીઓ પકડવા સક્ષમ હોવાનો વિશ્વાસ ઝોન ૬ ડીસીપી રવી સેનીને સાથે રાખી સીપી અને જેસીપીને આપતા પોતાના એસીપીની દ્રઢતા જોય તેમને તક આપી જે વિશ્વાસમાં આ ટીમ ખરી ઉતરી છે. 

૧૫ જૂનની ઘટના અંગેની વિસ્‍તૃત વિગતો જોઇતો ઉપરોકત સ્‍થળ નજીકથી લૂંટારુઓ ૮૫ લાખ રોકડા તથા ૧ કિલો ૯૬ ગ્રામ સોનું જેની કીમત ૭૬ લાખ થાય તથા રોકડ રકમ સહિત૮૫ લાખની લૂંટ થયેલ તેને પૂરા મુદ્દામાલ સહિત પકડી પાડતા ગણત્રીના દિવસોમાં કરેલ આ પ્રશંશનીય કામગીરી બદલ ટીમને અભિનદન આપવામાં આવ્‍યા છે.

આરોપીઓમાં (૧) કેશવ ઓમપ્રકાશ શેશમણી ત્રીપાઠી ઉ.વ.૧૮ ધંધો-અભ્‍યાસ રહે- મ.ન.૮૮/એ, નીગમ સોસાયટી સ્‍મૃતીમંદીર રોડ નિગમ બસ સ્‍ટેન્‍ડ ઘોડાસર અમદાવાદ શહેર (૨) હર્ષ કાશીભાઇ શ્રીહરનામસિંઘ ચંડેલ ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે મ.ન.૮૦/બી,ઇન્‍દીરાનગર, ભારતમાતા સોસાયટી પાસે પી.ડી.પંડયા કોલેઝ રોડ, ઘોડાસર અમદાવાદ શહેર (૩) ધરમ વિજયભાઇ રમણલાલ ઠક્કર ઉ.વ.૧૯ ધંધો-નોકરી રહે મ.નં. ૩૩, સદાનંદ સોસાયટી મલહાર ફલેટ સામે,વાસણા અમદાવાદનો સમાવેશ થાય છે.

(2:48 PM IST)