<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ભરૂચમાં મેઘરાજાના આગમનથી લોકોમાં આનંદની લાગણી: ધરતીપુત્રોને હાશકારો

ભરૂચ – અંકલેશ્વર શહેર સહીત આસપાસના વિસ્તારમાં મેઘ મહેર: સ્થાનિકો ઉપરાંત ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો

ભરૂચ : આખરે આજે તમામની આતુરતાનો અંત આવ્યો છે. ભરૂચ – અંકલેશ્વર શહેર સહીત આસપાસના વિસ્તારમાં આજે મંગળવારે મેઘ મહેર થઇ છે. વહેલી સવારથી આક્ષમાં વાદળોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે.

સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમન સાથે ગરમીમાં પણ રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં બફારાનો અહેસાસ થઇ રહ્યો હતો.

સ્થાનિકો ઉપરાંત ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હજુ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી થતા શહેરમાં મેઘ મહેરથી ધરતીપુત્રો આનંદિત છે.

(12:13 PM IST)