News of Tuesday, 18th June 2024
આખરે ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત: વોર્ડ ન,10ના કોર્પોરેટર મીરાબેન પટેલ મેયર બન્યા
છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરોની પદ મેળવવાની મથામણ બાદ મહિલા પાટીદાર નેતાની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરાઈ

ગાંધીનગર : આખરે ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે. છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરોની પદ મેળવવાની મથામણ બાદ મહિલા પાટીદાર નેતાની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરાઈ છે.
ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત ૧૦ જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા
ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત હતુ, જેના પર મીરાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં નવા મહિલા મેયરની વરણી કરવામાં આવી છે, ગાંધીનગરને આજે મીરાબેન પટેલ નામના નવા મેયર મળ્યા છે. મેયરની સાથે સાથે ડેપ્યૂટી મેયર અને સ્ટે. કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરાશે. આ પહેલા મેયર પદ માટે બ્રહ્મ સમાજના નામોની ચર્ચાએ જોર પકડ્યુ હતુ, જોકે, આખરે પાટીદાર મહિલા નેતાને આ પદ મળ્યું છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
