News of Tuesday, 18th June 2024
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો
બાબરામાં પોણો ઇંચ વરસાદ:ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ

અમદાવાદ : ગત 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના બાબરામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
દરમિયાન સુરત જિલ્લામાં સવારે 8 વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડમાં 10 વાગ્યા સુધીમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ, કોસમડી સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
