<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની ભરતી ક્યારે અને કેવી રીતે કરશો ? હાઇકોર્ટે માંગ્યો ગુજરાત સરકાર પાસે જવાબ

પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી, ભરતીની પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર વિગતવાર જવાબ રાજયના ગૃહવિભાગ પાસેથી માંગ્યો

અમદાવાદ : કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો PILમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કરી સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસ તંત્રમાં તારીખ 31-3-2024ની સ્થિતિએ 28,993 ખાલી જગ્યાઆ ખાલી પડી છે. જો કે, આ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી નહીં કરતાં ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી અને રાજ્યના ગૃહવિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આગામી સમયમાં સરકાર કેવી રીતે અને કયારે ભરતી કરશે..? પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી, ભરતીની પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર વિગતવાર જવાબ રાજયના ગૃહવિભાગ પાસેથી માંગ્યો છે. તારીખ 2 જુલાઇ સુધીમાં આ અંગેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવા પણ હાઇકોર્ટે તાકીદ કરી હતી

(2:27 PM IST)