<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા ધો. ૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે ''ગુજરાત સ્ટેમ કિવઝ ૩.૦''

રાજકોટ તા. ૧૮: GUJCOST- ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે જ્ઞાનમાં અભિવૃધ્ધિ થાય તેવા આશયથી ''ગુજરાત સ્ટેમ કિવઝ  3.0''નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કિવઝમાં કોઇપણ બોર્ડ/માધ્યમના ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક નામ નોંધણી કરી ભાગ લઇ શકે છે. આ કિવઝમાં સાયસ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. કિવઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે. કિવઝની ભાષા ગુજરાતી અને અંગ્રેજી હશે.

આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાથર્િઓને લેપટોપ, ટેબલેટ, ટેલિસ્કોપ, રોબો કીટ, ડ્રોન વિગેરેના બે કરોડ સુધીના ઇનામો આપવામાં આવશે અને અંતિમ સ્પર્ધામાં પસંદ પામેલા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. ઇનામની રકમ ઉપરાંત આ કાર્યક્રમના ભાગરૂપે વિજેતા વિદ્યાર્થીઓ NFSU બુટ કેમ્પમાં તેમજ સાયન્સ સીટી, ISRO, DRDO અને BARC જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેશે.

''ગુજરાત સ્ટેક કિવઝ 3.0''ની જિલ્લા કક્ષાની સ્પર્ધા ઓનલાઇન હોવાથી દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓએ લીંક મારફતે તા. ૩૦ જૂન ર૦ર૪ સુધીમાં ફરજીયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન થયા બાદ તુરંત રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર મેસેજ આવી જશે.

રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધામાંથી ૧૧ તાલુકા દીઠ ૧૦-૧૦ બાળકો તથા રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ૧૦ વિદ્યાર્થીઓ પસંદ થશે, આમ ૧ર૦ વિદ્યાર્થીઓ રાજય કક્ષાએ કિવઝમાં ભાગ લેશે. રાજયકક્ષાની સ્પર્ધાનું સ્થળ સાયન્સ સીટી-અમદાવાદ રહેશે.

વધુ માહિતી માટે શ્રી ઓ. વ. શેઠ પ્રપ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટના સેન્ટર કો-ઓર્ડીનેટર મીનેષ મેઘાણી (Mo. 99788 25829) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:18 PM IST)