<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

સુરતમાં એક સાથે ૪૧ પીઆઇની સામુહિક બદલી

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત એકશન મોડમાં

સુરત તા.૧૮:   સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આખરે એક્શન મોડમાં આવી ગયા છે. અપેક્ષા મુજબ તેમણે એક સાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલી કરી છે.સુરત: સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે એક સાથે 41 પીઆઇની બદલી કરી છે. એમ તો પોલીસ કમિશનર તરીકે અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો, ત્યાર બાદ એક પણ પોલીસ સ્ટેશનમાં તેમણે બદલીનો દોર ચલાવ્યો ન હતો કે તો બદલીની વાત કરી હતી. જોકે એ સમયગાળા દરમિયાન ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ હતી અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ સૌ કોઈને અપેક્ષા હતી કે સુરત શહેરમાં મોટા પાયે ઉલટ ફેર એટલે કે બદલીઓ આવશે. ત્યારે આજે એ અપેક્ષાઓ સાચી સાબિત થઈ રહી છે. એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. તેમાં ધ્યાનમાં આવે તેવી બદલી એ છે કે  સુરત એસોજીના પીઆઇ અશોક ગોહિલની બદલી કરવામાં આવી છે. તેમની બદલે સ્થાને રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ એસ સોનારાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સલાબતપુરા ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશનમાં પણફર્સ્ટ અને સેકન્ડ પીઆઇ બદલાયા છે.રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ સોનાની એસ.ઓ.જી પીઆઈ તરીકે નિમણૂક કરી છે. અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ એચ બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ સી એસ ધોકાડવાની ટ્રાફિક શાખામાં બદલી કરી દીધી છે. સરથાણા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી આઈ કે એ ચાવડા ની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ ડી ડી ચૌહાણ નીટ્રાફિક શાખામાં બદલી કરી છે. ઉતરાણ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ ડી મહંતની આઈયુસીએડબલ્યુમાં બદલી કરી છે.

 જેમા  જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પી ડી પરમારની કંટ્રોલ રૂમમાં

જ્યારે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી એસ પટેલની ટ્રાફિક શાખામાં

સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ આર આર દેસાઈની સાઇબર ક્રાઇમમાં

જ્યારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે કામલિયાની સ્પેશિયલ બ્રાન્ચમાં

જ્યારે અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ડામોરની ટ્રાફિક શાખામાં

મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે બી ચૌધરીની એરપોર્ટ ઈમીગ્રેશનમાં

ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે સી જાદવની સેકન્ડ પીઆઈ પુણા પોલીસ સ્ટેશન તરીકે

ટ્રાફિકના પી આઈ મીનાબા ઝાલાની સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે

અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ જે બી વનારની સિનિયર પીઆઇ અમરોલી પોલીસ સ્ટેશનમાં

ભેસ્તાન પોલીસ સ્ટેશનના એચએમ ગઢવીની પાંડેસરા પીઆઇ તરીકે બદલી કરાઈ છે.

(4:19 PM IST)