News of Tuesday, 18th June 2024
પાટણનાં વાગડોદ-વદાણી હાઇવે ઉપર નીલગાય-આડી આવતા કાર પલ્ટી ગઇઃ ર ના મોત

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૮ :.. સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામનો દેસાઈ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સુરત ખાતે ધંધા, વ્યવસાય માટે સ્થાયી થયો છે .ગણેશપુરા ગામમાં ધાર્મિક પ્રસંગ હોય રવિવારની રાત્રે દેસાઈ પરિવાર કિયા કારમાં બેસીને સુરત થી પોતાના વતન ગણેશપુરા ગામમાં આવી રહ્યો હતો .ત્યારે વાગડોદ થી વદાણી હાઈવે ઉપર રાત્રે દોઢથી બે વાગ્યા ના અરસામાં એકાએક કારની આગળ નીલ ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ ની સાઈડ માં ઉતરીને બાવળના ઝાડ સાથે ધડાકા ભેર ટકરાઈ હતી .ત્યારે કારમાં સવાર લોકો એ ચિસા ચીસ કરી મુકતા બાજુમાં રહેલા રામાપીર આશ્રમ ના સ્વયંસેવકો સહિતના લોકો અકસ્માત ની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા .ગંભીર અકસ્માત માં કાર માં સવાર લોકો કાર માં ફસાઈ જતા કાર ને ટ્રેકટરની મદદથી બહાર ખેંચી તમામ કારમાં સવાર છ ઘાયલો વ્યક્તિઓને ૧૦૮ મારફત ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પાટણ નજીક સરસ્વતીના વાગડોદ ગામ નજીક બનેલ ગોઝારી અકસ્માતની ઘટનામાં ગણેશપુરા ગામ નો ભાણો મોહિત કુમાર મહેશભાઈ દેસાઈ ઉ. વ પ રહે ,દેવ તાલુકો મહેસાણા અને ઈશાબેન જીવાભાઈ રબારી ઉ.વ ૬૫ રહે ગણેશપુરા હાલ સુરત વાળા ને ગંભીર ઈજાઓ તથા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનામા રાજુભાઈ જીવાભાઈ દેસાઈ, જીનલબેન મેરાજ ભાઈ દેસાઈ, ચેતનાબેન રાજુભાઈ દેસાઈ, ગીતાબેન ગોબરભાઈ દેસાઈ રહે, તમામ ગણેશપુરા, હાલ સુરત વાળા ઘાયલ થયા
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
