<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

વડોદરા બાદ પટના અને જયપુર એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અન્ય એરપોર્ટને પણ આવા ધમકીભર્યા મેઈલ મળી રહ્યા છે. પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. ઈમેલની ધમકી મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સિવાય જયપુર, મંબઈ સહિતના અનેક એરપોર્ટને પણ ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે

(6:07 PM IST)