તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th June 2024
અમદાવાદની 147મી રથયાત્રા પહેલાં શનિવારે ભવ્ય જળયાત્રા મહોત્સવ ઉજવાશે :ભગવાન જગન્નાથજીને ગજવેશ શણગાર કરાશે
જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા નિકળશે. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી ભગવાન શ્રીજગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરાશે

અમદાવાદ : ભગવાન શ્રીજગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક એવં ઐતિહાસિક 147મી રથયાત્રા અષાઢ સુદ બીજ તારીખ 7-7-2024એ રવિવારનાં રોજ નિકળશે. રથયાત્રા મહોત્સવ પૂર્વેનો અતિ મહત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ તારીખ 22-06-2024 શનિવારનાં રોજ ઉજવાશે. આ વખતે મહોત્સવના મુખ્ય અતિથિ જગદ્ગુરુ કૈવલ જ્ઞાનપીઠાધીશ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યજી મહારાજ જળયાત્રામાં ઉપસ્થિત રહેશે.
મહત્ત્વનું છે કે, જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા નિકળશે. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી ભગવાન શ્રીજગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે. તે પછી શ્રીગણેશજીના સ્વરૂપમાં ભગવાન શ્રીજગન્નાથજીના અતિવિશિષ્ઠ-ગજવેશ શણગારના દર્શન થશે. આ દિવ્ય પ્રસંગે દર્શનનો લાભ લેવા આપ સૌને આમંત્રણ છે.
જળયાત્રાના કાર્યક્રમ મુજબ સવારે 8 વાગ્યે શોભાયાત્રા પ્રારંભ થશે.સવારે 8.30 વાગ્યે ગંગાપૂજન વિધિ થશે.સવારે 10 વાગ્યે મહાજલાભિષેક થશે.સવારે 11 વાગ્યે ગજવેશ દર્શન થશે.બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ શરૂ થશે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
