<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

નાયંબ મામલતદારને કાયદાનું ભાન કરાવતી રાજપીપળા પોલીસ

રાજપીપળામાં રસ્તા પર પાર્ક કરેલી નાયબ મામલતદારની ફોર વ્હીલ ગાડીને પોલીસે લોક મારી કાયદાના પાઠ ભણાવ્યા:જો નાયબ મામલતદાર જેવા અધિકારી જ કાયદાનું પાલન ના કરતા હોય તો આમ લોકો પાસે શું અપેક્ષા રખાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા પોલીસ દ્વારા હાલમાં ઘણા દિવસોથી મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્ક કરાતા વાહનો બાબતે કડક ચેકીંગ ચાલી રહ્યું છે જેમાં ગઇકાલે મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરેલી નાયબ મામલતદારની ગાડીને પણ પોલીસે લોક મારી કાયદાનો પાઠ ભણાવ્યો હતો
  મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ અને ડીવાયએસપી કૃણાલ પરમાર ના માર્ગદર્શન હેઠળ રાજપીપળા પોલીસ ટીમ હાલમાં કેટલાક દિવસો થી વાહન ચેકીંગ કરી રહી છે જેમાં ખાસ મુખ્ય માર્ગ ઉપર ગમે તેમ નડતરરૂપ પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીઓ ને વ્હીલ લોક મારવાની કામગીરી કડકાઈ થી કરવામાં આવી રહી છે જેથી કરીને લોકો ગમેતેમ પાર્કિંગ કરતા અટકે અને ટ્રાફિક સમસ્યા હળવી થાય, જોકે પાછલા દિવસો માં રાજપીપળા પોલીસે ચેકીંગ દરમિયાન હજારો રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો હતો અને ગઇકાલે જ્યારે પોલીસ વાહન ચેકીંગ કરતી હતી ત્યારે એક્ષીસ બેંક પાસે રસ્તા પર પાર્ક કરેલી કલેકટર કચેરી પુરવઠા વિભાગના નાયબ મામલતદારની ખાનગી ફોર વ્હીલ ગાડી ને પણ પોલીસે વ્હીલ લોક મારી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

 ત્યારે સવાલ એ થયા છે કે નાયબ મામલતદાર જેવા અધિકારી જો નિયમનું પાલન નહિ કરી આડેધડ પાર્કિંગ કરતા હોય તો આમ જનતા પાસે તો શું અપેક્ષા રાખી શકાય..?! જોકે રાજપીપળા પોલીસે કોઈપણ લાગવગ કે સ્નેહ શરમ વિના નાયબ મામલતદાર ની ફોર વ્હીલ ગાડીને પણ વ્હીલ લોક મારી કાયદાનું પાલન કરવા સબક શીખવાડ્યો હતો.

(9:57 PM IST)