<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

રાજપીપળા સફેદ ટાવર પાસે નર્મદા પોલીસની બેરિકેટ છ મહિનાથી પડી રહેતા વાહન ચાલકો હેરાન

સાંકડા રસ્તા ઉપર કેટલીક જગ્યાએ બેરિકેટ મૂકી રખાતા વાહન ચાલકોને તકલીફ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ સહિતની જગ્યાઓ પર મૂકવા માટે ઘણા નવા બેરિકેટ બનાવાયા છે આ બેરિકેટ રસ્તા કે અન્ય કામો થતા હોય ત્યાં મૂકવામાં આવે છે પરંતુ કામ પતિ ગયા બાદ પણ જે તે જગ્યા એ બેરિકેટ પડી રહેતા લોકો ને અડચણરૂપ બને છે
  રાજપીપળા ના સફેદ ટાવર પાસે જ છેલ્લા છ મહિનાથી બેરિકેટ મૂકવામાં આવ્યું છે હવે આ ડબલ માર્ગ છે પરંતુ ત્યાં ટ્રાફિક વધુ રહેતો હોવાથી અવર જવર કરતા વાહન ચાલકો કે રાહદારીઓ માટે છ મહિનાથી પડી રહેલ બેરિકેટ અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે. અને આ ફક્ત સફેદ ટાવરની વાત નથી ઘણી જગ્યાઓ પર કોઈક કામગીરી વખતે મુકાયેલા બેરિકેટ કામ પત્યા બાદ મહિનાઓ સુધી નહિ હટાવતા લોકો હેરાન થઈ રહ્યા હોય પોલીસ વિભાગ આ બાબતે ઘટતું કરે તેવી લોક માંગ છે.

(9:58 PM IST)