<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કુડીઆંબા ગામની સીમમાં જુગાર રમતા શખ્શોને રૂ.૨૬,૩૧૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુડીઆંબા ગામની સીમ માં જુગાર રમતા શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
    મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે કુડીઆંબા ગામની સીમમાં ચાલતા જુગાર ઉપર છાપો મારતા ત્યાં જુગાર રમતા (૧) જગદીશ કાકડીયા ભાઈ વસાવા, (૨)રમેશ કોટેસીંગભાઈ વસાવા(૩) રવિંન્દ્ર બાબુભાઈ વસાવા(૪) મહેશ જેઠાભાઈ વસાવા(૫)અનિલ ભાવસીગભાઈ વસાવા(૬) બલરામ લવધણભાઈ વસાવાનાઓને ઝડપી લીધા હતા પકડાયેલ જુગારીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૦,૦૦૦/- તેમજ દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રૂ.૧૩૧૦ / મળી કુલ રોકડા રૂ.૧૧,૩૧૦/-તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ રૂ. ૨૬,૩૧૦/-ના જુગારના મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે રેઇડ દરમિયાન -(૭) કમલેશ રતનભાઈ વસાવા (૮) સંદિપ આટીયાભાઈ વસાવા (૯) સંદિપ બહાદુરભાઇ વસાવા (૧૦) દિલીપ જાહગુભાઈ વસાવા (૧૧) બીરબલ સોનજીભાઈ વસાવા (૧૨) સુરેશ નવાભાઈ વસાવા( તમામ રહે.કુડીઆબા આશ્રમ ફળીયુ તા ડેડીયાપાડા જિ.નર્મદા )નાઓ ભાગી જતાં તેમને વોન્ટેડ જાહેર કરી આ તમામ બાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:59 PM IST)