News of Tuesday, 18th June 2024
ડેડીયાપાડા ગેસ્ટ હાઉસ પાસે બાઈક સ્લીપ થતાં દંપતી પૈકી પત્નીનું મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામનાં ગેસ્ટ હાઉસ પાસે બાઈક સ્લીપ થતાં બાઈક ઉપર જઈ રહેલા દંપતી પૈકી પત્નીનું મોત નિપજ્યું હતું
મળતી વિગતો અનુસાર પ્રભુભાઇ જગદીશભાઇ વસાવા (રહે.તવડી તા.ઝગડીયા જી.ભરૂચ )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમના પત્ની સાથે પોતાના કબજામાની મોટર સાયકલ નં- GJ-16-BL-1816 ને લઈ પુર ઝડપે હંકારી લાવતા ડેડીયાપાડા ગેસ્ટ હાઉસની સામે મો.સા સ્લીપ ખાઈ જતા મો.સા ઉપરથી પડી જતા તેમના પત્ની જાગુતીબેન પ્રભુભાઇ વસાવા નાઓને પેટના ભાગે ડાબી બાજુ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે પતિ પ્રભુભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
