News of Tuesday, 18th June 2024
ઝરવાણી સિંગલબાર ફળિયામાં ઘર પાસે રમતી અઢી વર્ષની બાળકીને સાપ કરડી જતા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી સિંગલબાર ફળિયામાં ઘર પાસે રમતી અઢી વર્ષની બાળકીને સાપ કરડી જતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે
પ્રાપ્ત વિગતો અનુસાર વિનેશભાઈ હિરજીભાઈ વસાવા (રહે.ઝરવાણી સિંગલબાર ફળિયું તા.ગરુડેશ્વર જી.નર્મદા)નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની દીકરી વૈશાલી વિનેશભાઈ હિરજીભાઈ વસાવા (ઉ.વ. આશરે અઢી વર્ષ) તા.૧૫/૦૬/૨૦૨૪ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે રમતી હતી તે દરમ્યાન ખાટલા ઉપરથી નીચે ઉતરતા જ જમણા પગની છેલ્લી આંગળી નજીક કોઈ ઝેરી સાપ કરડી જતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમા ગરુડેશ્વર સરકારી દવાખાના લાવેલ હોય અને હાલમા તેની સારવાર ચાલુ છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
