<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં ધીમીધારે વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં ખુશી

આ વરસાદ ખેડૂતોને વાવણી માટે ખૂબ ઉપયોગી

(ભરત શાહ દ્વારા):રાજપીપળા:હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નર્મદા જિલ્લામાં ખેડૂતો વાવણી માટે વરસાદ આવે તેવી રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ સોમવારે બપોરે રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં ધીમી ધરે વરસાદ નું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે.
ધરતીપુત્રોનું કહેવું છે કે હવે વાવણી નો સમય થઈ ચૂક્યો છે અને ત્યારે જ સમયસર મેઘરાજાની પધરામણી થતા આ વરસાદ ખેડૂતો ને વાવણી માટે ખૂબ ઉપયોગી બની રહેશે.
જોકે પાછલા દિવસો માં કમોસમી વરસાદ પડતા નાંદોદ તાલુકાના ઘણા ગામોમાં ઊભા પાકને મોટું નુકશાન કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આવા ગામોની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથા સંભાળી વહેલીતકે વળતર અપાવવા જણાવ્યું હતું. પરંતુ અજનો આ વરસાદ ખેડૂતોને વાવણી માટે સારો કહી શકાય.

(10:08 PM IST)