News of Tuesday, 18th June 2024
એકતા નગર રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટનો હેંડીક્રાફટ સ્ટોલ શરૂ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા એક્તા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે, અહીંયા લોકોને રોજગારી મળે તે માટે દરેક વિભાગ સહયોગ કરી રહ્યો છે. ત્યારે એકતા નગર રેલવે સ્ટેશન પાસે સ્થાનિકો પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે વન સ્ટેશન સ્ટોર શરૂ કરવામાં આવ્યો.
દેશના રેલવે વિભાગ દ્વારા તેના રેલવે સ્ટેશન પર લોકલ પર વોકલના ઉદ્દેશથી વન સ્ટેશન વન પ્રોડક્ટનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સૂચનથી શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતાનગર રેલવે સ્ટેશન ખાતે પણ આવો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જેથી કરીને અહીંયા દૂર દૂરથી આવતા પ્રવાસીઓ લોકલ વસ્તુઓ ખરીદે અને લોકલ વ્યક્તિઓ ને રોજગારી મળી શકે નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ નો સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો સ્થાનિક આદિવાસી સમાજ ને રોજગારી મળે તે હેતું થી રેલવે વિભાગ દ્વારા નજીવા દરના ભાડે આ સ્ટોર આપવામાં આવે છે જેની શરૂઆત એકતાનગર રેલવે સ્ટેશન ખાતે કરવામાં લોકલ સામાજિક સસ્થા હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન માં કામ કરતી મહિલાઓ અંતરિયાળ વેચાણ હાથ બનાવટની ગુથણની વસ્તુઓ, જેમાં મોબાઈલ કવર,બેગ સાથે મીણબત્તી બનાવી તેનું વેચાણ કરવા આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે પશ્ચિમ રેલવે વિભાગના કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વિશાલ સક્સેના, પશ્ચિમ રેલવેના સલાહકાર સમિતિના મેમ્બર ડો. રાહુલ પટેલ, રેલવેના સ્ટાફ સહિત સ્થાનીક મહીલાઓ ઉપસ્થિત રહયા હતા.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
