News of Tuesday, 18th June 2024
નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના અભાવે ચૈતર વસાવાએ મુલાકાત લીધી
સોનોગ્રાફી-એક્શ રે મશીનના ટેકનીશિયન નથી,પીએમ માટે મૃતદેહ કલાકો સુધી રઝડે છે : ૩ ડોક્ટર-સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજુઆત કરાશે : ધારાસભ્ય ચૈતર વસાવા

ફોટો vasava
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિમૉણ કરવામાં આવ્યું હતું. પરંતુ વષૉથી ડોક્ટર અને અપુરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી- એક્સ રે મશીન છે,પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનીશિયન કાયમી નથી. ત્રણ ડોક્ટરની જગ્યા વષૉથી ખાલી પડી છે. એક ડોક્ટરથી દર્દીઓની સારવાર કરાય છે. કોઈ જાનહાની ની ઘટના સજૉય તો સ્વિપર ને વાલીયા કે અંકલેશ્વરથી લાવવા અને મુકવા જવું છે. તેના કારણે કલાકો સુધી મૃતદેહ રજડતો હોવાની રજુઆત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કરાતા ચૈતર વસાવા સાથે કોંગ્રેસના શેરખાન પઠાણ એ આપના અન્ય કાયઁકરો સાથે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોડઁ અને દર્દીની મુલાકાત કરી હતી.
આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ ડોક્ટર અને જરૂરી સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજુઆત કરાશે અને ન્યાય નહીં મળે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
