<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખાવાશે

ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવાયા

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની DEO કચેરી હસ્તગત આવતી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે, કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે. આ શ્લોકો વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ શીખશે, વર્ષના અંતે 51 શ્લોક અંગેની પરીક્ષા લેવાશે. જેમાં વિદ્યાર્થીઓને 11 હજારથી લઈ 51 હજાર સુધીના ઇનામ આપવામાં આવશે.

(11:08 PM IST)