<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પાવાગઢ મૂર્તિ ખંડિત થવા અંગે હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજનો આંદોલનનો નિર્ણય મોકૂફ

તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી : સરકારની હાલની કાર્યવાહીથી જૈન સમાજનાં આગેવાનો સંતુષ્ટ

ગાંધીનગર : પાવાગઢ ખાતે જૈન સમાજની વર્ષો જૂની પ્રતિમાઓને તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી હતી.

  કોબા ખાતે આજે સમાજનાં આગેવાનો અને હર્ષ સંઘવી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારની હાલની કાર્યવાહીથી સમાજનાં આગેવાનો સંતુષ્ટ થયા હતા.

(12:53 AM IST)