News of Wednesday, 19th June 2024
નવસારીના ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ
પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી:બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક શહેરોમાં મેઘરાજા પધરામણી કરી રહ્યા છે, દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહયો છે દરમિયાન આજે નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
નવસારીના ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
