<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઓપરેશન ટ્રેપ..૧૦૦ દિવસ..૨૪૩ લોકોને દેશના વિવિધ રાજ્યોના ખૂણે ખૂણેથી સુરત પોલીસે દબોચી લીધા... : ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ વાઘેલા, એડી સીપી બલરામ મીના, મહેન્‍દ્ર બગડયાના માર્ગદર્શનમાં તમામ ડીસીપી અને સ્‍ટાફ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજીયાના નેતૃત્‍વ હેઠળની ક્રાઇમ બ્રાન્‍ચ ટીમ, SOG ડીસીપી રાજદીપસિંહ નકુમના વડપણ હેઠળની ટીમ સાથે નોડલ ઓફિસર PCB પોલીસ ઇન્‍સપેકટર આર એસ સુવેરા ટીમ પણ એકિટવ મોડમાં છે ૭ ઇનામી આરોપી કે જેમના પર ટોટલ લાખો રૂપિયાના ઇનામો હતા તેમને પકડવાની જાળ બિછાવવામાં ક્રાઇમ બ્રાન્‍ચ, SOG , PCB સાથે સ્‍થાનિક પોલીસનું અદભુત કોર્ડિનેશન કરવાનો સીપીની રણનીતિ પર રાજ્‍ય સાથે કેન્‍દ્ર પણ આફ્રિન...3:50 PM IST

રાતે પટમાં કેમ બેઠા છો? કહી માલવીયાનગર પોલીસના નામે ડરાવી રૂા. ૫૦ હજાર માંગ્‍યાઃ બે ગઠીયા પકડાયા : રૈયાધાર શાંતિનગરથી આગળ ક્રિકેટ મેદાનમાં બનાવઃ અનેકને ખંખેર્યાની શંકાએ તપાસ : કારખાનામાં કામ કરતાં મવડીના કિરીટભાઇ પીઠડીયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ મવડીના આર્યન ફળદુ અને માધાપરના પરમરાજ માંજરીયાની ધરપકડઃ આર્યન ૧૧૨માં ભરતી માટે તૈયારી કરે છે, પરમરાજ હાલ બેકાર : કિરીટભાઇને બંનેએ પોલીસ કેસની ધમકી દઇ ભાગી ગયેલા મિત્રોને પાછા બોલાવવા ધમકાવ્‍યાઃ પાછા આવેલા એક મિત્રએ શંકા ઉપજતાં યુનિવર્સિટી પોલીસની હદમાં માલવીયાનગર પોલીસ શું કરે છે? તેવુ પુછી આઇ કાર્ડ માંગતા બંને ભાગી ગયાઃ પીએસઆઇ વી. જી. ડોડીયા, જગમાલભાઇ ખટાણા, પ્રતાપસિંહ મોયા અને ડી. સ્‍ટાફ ટીમે બંનેને સકંજામાં લીધા3:08 PM IST

તમે બેય છુટાછેડા કરાવવામાં બહુ રસ લ્‍યો છો કહી વિવેકે નાનાજીને ક્રુરતાથી પતાવી દીધાઃ હત્‍યાનો અફસોસ નથી : ઇન્‍સ્‍ટાગ્રામથી પ્રેમ થયો લગ્ન થયા, પાંચ મહિનામાં પત્‍નિ રિસામણે જતી રહીઃ આ પછી મુળ ભાલકા તિર્થના હાલ રાજકોટ રહેતાં વિવેકગીરીને એમ હતું કે-તેના લગ્ન તોડાવવામાં પત્‍નિના નાના-નાની રસ લઇ રહ્યા છે આથી વંડી ઠેંકી ઘરમાં ઘુસી ખૂની ખેલ ખેલ્‍યોઃ વિમલનગરમાં હત્‍યામાં આરોપી કલાકોમાં પકડાયો : મારે પત્‍નિને મળવા જવું છે તેવું મિત્રને ખોટુ કહી તેના બાઇકમાં બેસી વિમલનગરમાં આવ્‍યોઃ મિત્ર જતો રહ્યા બાદ વંડી ઠેંકી ઘરમાં ઘુસી લોહીલુહાણ હાલતમાં બહાર આવ્‍યોઃ મિત્રએ શું થયું પુછતાં ખોટુ થઇ ગયાનું કહ્યું: છરી ચોટીલા તરફથી લીધાનું રટણ પતિ પ્રવિણભાઇ શાહને બચાવવા વચ્‍ચે પડેલા નાનીજી સાસુ ઇલાબેનને પણ વિવેકે આડેધડ ઘા ઝીંકતાં સારવારમાં: પોલીસે તેમને ફરિયાદી બનાવ્‍યા11:52 AM IST

બાળ સંરક્ષણ ગૃહમાંથી ૧૧ બાળકો ભાગ્‍યાઃ છને શોધી કઢાયા, ૪ને શોધવા માટે ૧૩ ટીમોની દોડધામ : દૂષ્‍કર્મ, ખૂન, ખૂનનો પ્રયાસ, ચોરી, લૂંટ, આર્મ્‍સ એકટ સહિતના ગુનાઓમાં સંડોવણીઃ અંજાર, નવીબંદર, ગાંધીધામ, વાંકાનેર, બોટાદ, વિસાવદર, ઉપલેટા, પુર્વ કચ્‍છ, માલવીયાનગર, થોરાળા, તાલુકા પોલીસમાં નોંધાયા હતાં ગુના પાકિસ્‍તાની બાળકને તારી પાસે કંઇ નથી તું પાછો જા કહીને મોકલી દેવાતાં તે જાતે પરત ફર્યો હતોઃ તમામ પોલીસ સ્‍ટેશન, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પેરોલ ફરલોની ટીમો દ્વારા તપાસઃ છને ક્રાઇમ બ્રાંચની ટીમ સુરેન્‍દ્રનગર-લીંબડી-બોટાદ-નળસરોવર પાસેથી શોધી લાવીઃ ફુલપ્રુફ કાવત્રુ ઘડી બાળકોએ ભાગી જવામાં સફળ થયા3:46 PM IST

રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ ગેમ ચન્‍જર સાબિત થશે, યુવાનો જોબ સિકર નહિ પણ જોબ ગીવર બનેઃ ડો.પ્રદ્યુમન વાજા : યુવાઅલ આત્‍મનિર્ભર બને, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું ‘વિકસીત ભારત ૨૦૪૭'નું સપનું સાકાર કરવા સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ, એ જ અમારો સંકલ્‍પ છે સરકારી શાળાઓની કાયાપલટ થઈ છે, સ્‍માર્ટ બોક્‍સ-ડિજીટલ લેબ ખાનગી શાળાઓને ટક્કર પ્રક્રિયા ચાલુ, વૈકલ્‍પીક વ્‍વસ્‍થાના ભાગરૂપે જ્ઞાનસહાયકોની નિમણુંક કરી દેવાઈ છે, સમરસ છાત્રાલયોમાં પારદર્શક પ્રવેશ પ્રક્રિયા : હવે માત્ર ડિગ્રી નહી પણ યુવાનોને સીધી ‘સ્‍કિલ અને રોજગારી અપાશે, ઉદ્યોગો સાથે એમઓયુ કરી ટ્રેનિંગ શરૂ કરાઈ : શિક્ષણ અને સામાજીક કલ્‍યાણના સમન્‍વયથી ‘વિકસીત ભારત ૨૦૪૭'ના સંકલ્‍પને સાકાર કરવા ગુજરાત સરકાર કટીબધ્‍ધ : કોડીનારના માઢવાડ ખાતે ૫૦૦ બોટોની ક્ષમતાવાળુ અદ્યતન બંદર બની રહ્યું છે, હજારો માછીમારો માટે રોજગારીનો નવો સૂર્યોદય5:02 PM IST