News of Wednesday, 19th June 2024
કેબીનેટ બેઠક : અગ્નિકાંડ,સ્કુલવાન હડતાલ, શાળા પ્રવેશોત્સવ વગેરે મુદ્દાની ચર્ચા
ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં મહત્વના નિર્ણયોનો નિર્દેષ

ગાંધીનગર, તા. ૧૯ : ગાંધીનગર / આજે કેબિનેટ બેઠક મળેલ છે. રાજકોટ અગ્નિકાંડ પર કરાશે મહત્ત્વની ચર્ચા, વરસાદ સહિતના મુદ્દાઓ પણ આવરી લેવાશે ગાંધીનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના આગામી આયોજનો, નીતિગત વિષયોની પણ સમીક્ષા થશે.આ સિવાય આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ અંગે, શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈ, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, સ્કૂલવાનના વાનચાલકોની હડતાલ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે ૨૦ જૂને SIT સરકારને રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપશે. ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડને લઈને SITના તૈયાર થતાં રિપોર્ટને લઈને પણ ચર્ચા થશે. તેમ જાણવા મળેલ છે.
૨૭ થી ૨૯ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ રાજ્યમાં વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા થશે. આ સાથે જ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.સાથે જ રાજ્યમાં ઘણી જગ્યાએ સ્કુલવાનના ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે, જે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો વિશે પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારની નીતિગત વિષયો અને આગામી આયોજનોને લઈને પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કેબીનેટ નિર્ણયોની બપોર પછી જાહેરાત થાય તેવી સંભાવના છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
