<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૧૯: આજે અખીલ ભારતીય કોંગ્રેસ સિમિતના પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપનેતા તેમજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા એએમસી શેહઝાદખાન પઠાણ, બળદેવભાઇ લુણી, રાજુભાઇ બ્રહ્મભટ્ટ, કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 PM IST)