<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડેડીયાપાડા તરફના ગેરેજ પર ચેકીંગ : બે વિરૂદ્ધ ગુના દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સમયાંતરે હોટલ , ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે સહિતના એકમોમાં ચેકીંગ હાથ ધરી નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો રખાઈ છે કે નહિ એ બાબતનું ચેકીંગ કરવામાં આવે છે જેમાં ગતરોજ ડેડીયાપાડા તરફ ના બે ગેરેજ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચેકીંગ હાથ ધરતા જરૂરી રજીસ્ટર નહિ રાખતા બંને ગેરેજના સંચાલકો વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે.
મળતી માહિતી અનુસાર નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વાય એસ શિરસાઠના માર્ગદર્શન હેઠળ નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ડેડીયાપાડા તરફ ચેકીંગમાં નીકળી ત્યારે ડેડીયાપાડા થી નેત્રંગ જતા માર્ગ ઉપર આવેલા પરફેક્ટ ઓટો ગેરેજમાં ચેકીંગ હાથ ધરતા ત્યાંના સંચાલક થોમસન વાહરિયાભાઈ વસાવએ જરૂરી રજીસ્ટર નહિ નિભાવતા ગુનો દાખલ કર્યો છે
જ્યારે આજ માર્ગ ઉપર આગળ આવેલાં જય માતાજી ટ્રેકટર ગેરેજ માં પણ ચેકીંગ હાથ ધરતા ત્યાંના સંચાલક અરુણ તારકેશ્વર સાહુ એ પણ જરૂરી રજીસ્ટર નહિ નિભાવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે બંને ગેરેજ ના વાંચલકો વિરૂદ્ધ ગુના દાખલ કર્યા હતા

(9:51 PM IST)