<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

રાજપીપળા નગરપાલિકાની બેદરકારી : પ્રસિધ્ધ હરસિધ્ધિ મંદિર વિસ્તારમાં વાયુ પ્રદુષણ નો ફેલાવો

મહિનાઓ સુધી પાર્કિંગ પ્લોટની બાજુમાં કચરો ઠલવાય છે અને પછી તેને સળગાવાય છે :SOU જતા પ્રવાસીઓ હરસિધ્ધિ મંદિર થઈને જતા આવો નજારો જોઈ નગરની ખરાબ છાપ લઇ જાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની બેદરકારી અને અણઘડ વહીવટને કારણે પ્રસિદ્ધ હરસિધ્ધિ મંદિર વિસ્તારમાં અવારનવાર વાયુ પ્રદુષણ ફેલાતા SOU જતા પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ તેમજ આસપાસ ની સોસાયટીના રહીશો ત્રાસી ઉઠ્યા છે
    પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ મંદિર સામે આવેલ પાર્કિંગ પ્લોટની બાજુમાંજ કચરા માટેની જાણે અધિકૃત ડમ્પિંગ સાઈટ હોય તેમ અહીં રોજેરોજ કચરો ઠલવાય છે, પાર્કિંગ પ્લોટ માં ઉભેલી નાસ્તા પાણીની લારીઓ હોય કે આસપાસના મંદિરો ના વાસી ફુલહાર તેમજ શ્રીફળનો કચરો આ બધુજ અહીં ઠલવાય છે ઉપરાંત દૂર દૂરથી પણ અન્ય લોકો અહીં કચરો ઠાલવી જાય છે જેના કારણે અહીં રોજ દુર્ગંધ ભર્યું વાતાવરણ રહે છે તેમાં વળી કોઈ આ કચરો સળગાવે છે જેને કારણે ભારે ધુમાડો ફેલાય છે અને બેત્રણ દિવસ સુધી ધુમાડો રહેતા મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ SOU જતા પ્રવાસીઓ અને આસપાસ ના રહીશો આ પ્રદૂષણથી કંટાળી ચૂક્યા છે, સાથે સાથે બહારથી આવતા પ્રવાસીઓ રાજપીપળા શહેરની ખરાબ છાપ લઇ જાય છે. આ.મુદ્દે સ્થાનિકોએ પાલિકા તંત્રનું અનેક વાર ધ્યાન દોર્યું પરંતુ પરિણામ શૂન્ય છે ત્યારે કલેકટર નર્મદાએ આ મામલે દરમ્યાનગીરી કરી આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે તેવી કાર્યવાહી કરવા લોકમાંગ છે

(9:53 PM IST)