<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

નર્મદા જીલ્લામાં LLBનો અભ્યાસ ક્રમ શરૂ કરવા NSUIનું કલેકટરને આવેદન

રાજપીપળામાં LLB નો અભ્યાસક્રમ નહિ હોવાથી વિદ્યાર્થીઓએ ભરૂચ કે ડભોઇ સુધી લાંબા થવું પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં એલએલબીનો અભ્યાસક્રમ ચાલુ થાય એ માટે એનએસયુઆઇ ના હોદ્દેદારોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
   આવેદન જણાવ્યા મુજબ નર્મદા જીલ્લામાં ઘણી નાની, મોટી કોલેજો આવેલી છે તેમાં વિવિધ પ્રકારના અભ્યાસક્રમ ચાલુ છે, પરંતુ નર્મદા જિલ્લાની એક પણ કોલેજ માં LLB નો અભ્યાસક્રમ ચાલતો નથી તેથી LLB કરવા માંગતા વિદ્યાર્થીઓને આ માટે ભરૂચ કે ડભોઇ જવું પડે છે. પરંતુ આપણો નર્મદા જિલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીં બાળકો ના માતા-પિતા ખેત-મજુરી કરીને બાળકને અભ્યાસ કરાવતા હોઈ છે. બાળકોને તેમના વાલિયો અભ્યાસ માટે દુર માંકલી શકતા નથી માટે વિદ્યાર્થીઓની LLB કરવાની ઈચ્છા માત્ર ઈચ્છા રહી જાય છે. માટે આપ ને વિનંતી છે કે વિદ્યાર્થીઓની પરિસ્પિીને ધ્યાને લઈ LLB ના અભ્યાસ ક્રમની શરૂઆત નર્મદા જિલ્લામાં કરવામાં આવે જેથી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે, નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે. તો આ અભ્યાસ ક્રમની શરૂઆત રાજપીપળા ની કોઈપણ કોલેજમાં થાય તો આનો લાભ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને થાય એમ છે. માટે આપ આ બાબતને ગંભીરતાથી લેશો એવી આશા રાખીયે છે .અને આ બાબતનું નિરાકરણ વહેલીતકે આવે તેવી વિનંતી આવેદનમાં કરવામાં આવી છે. આવેદનપત્ર માં તેજસ તડવી NSUI જિલ્લા પ્રમુખ, ધવલ તડવી ગરુડેશ્વર NSUI તાલુકા પ્રમુખ, રોહન તડવી ગરુડેશ્વર મહામંત્રી NSUI,  પ્રતિક વસાવા સેવાદળ નાંદોદ પ્રમુખ સહિત નાઓ હાજર રહ્યા હતા.

(9:56 PM IST)