<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે નર્મદા નદીમાં કપડાં ધોવા ગયેલી યુવતીને મગર ખેંચી જતાં મોત

જળાશયો અને જોખમી સ્થળોએ જવાનું ટાળવા નાગરિકોને અપીલ: અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અગાઉ જિલ્લાના વિવિધ જળાશયો અને ભયજનક સ્થળોએ નાગરિકોને નહીં જવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ સી.કે.ઉંધાડને મળેલી સત્તાની રૂએ જિલ્લામાં આવેલા વિવિધ જળાશયો અને ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ/પ્રવાસીઓને જળાશયોમાં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હજી પણ કેટલાંક વિસ્તારોમાં નાગરિકો જાહેરનામાનું ઉલ્લંઘન કરી પાણીમાં ઉતરી જીવને જોખમમાં મૂકી રહ્યાં હોવાનું ધ્યાને આવ્યું છે.
   ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામે રહેતી સેજલબેન સુમનભાઈ તડવી નામની યુવતી ગત તા.18મી જૂનના રોજ સાંજના સમયે નર્મદા નદી પરના નવા ગોરા બ્રિજ નીચે કપડાં ધોવા અર્થે ગયા હતા. જેઓને પાણીના પ્રવાહમાં મગર ખેંચી જતાં મૃત્યુ પામ્યા હતા. જેથી જિલ્લાના વિવિધ જોખમી સ્થળોએ પાણીમાં નહીં ઉતરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(10:00 PM IST)