તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 19th June 2024
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્ય વરસાદની શકયતા :સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પણ વરસાદ છુટોછવાયો વરસાદ પડી શકે

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પણ વરસાદ છુટોછવાયો વરસાદ પડી શકે છે. તો બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સુચના આપી છે
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
