<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

સૌરાષ્‍ટ્રમાં છુટોછવાયો તો દ.ગુજરાતમાં પણ વરસાદની આગાહી

સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પણ વરસશે

અમદાવાદઃ રાજયમાં વરસાદને લઇને જણાવ્‍યું છે કે હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતના શહેરોમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસાર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેની આગાહી કરવામાં આવી છે. તો મધ્‍ય ગુજરાત અને સૌરાષ્‍ટ્રના શહેરોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ મહીસાગર વડોદરામાં સામાન્‍ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલીમાં પણ વરસાદ છુટોછવાયો વરસાદ પડી શકે છે. તો બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સુચના આપી છે.

(4:24 PM IST)