<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રાજ્યમાં જામતું ચોમાસુ:સવારે 4 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર : લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ ખાબક્યો

સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી

અમદાવાદ :આજથી ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસું બેસી ગયું હોય તેમ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ ખાબક્યો છે.

  આજે સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે.

    આજે 24 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંમચહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

  જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં ઘણા ભાગોમાં વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

(11:35 AM IST)