તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળ દ્વારા મહિલા સશકિતકરણ માર્ગદર્શક સેમીનાર
શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળ મહિલા પાંખ દ્વારા મહિલા સશકિતકરણ અને અધિકાર અંગે યોજાયેલ સેમીનાર પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની તસ્વીર

રાજકોટ,તા.૨૪:ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળની વિકાસયાત્રાના પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણજયંતિ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા અને મહિલાઓમાં કાનૂની અધિકાર પરત્વે જાગૃતિ લાવવા મંડળની મહિલાપાંખના કન્વીનર શ્રીમતી દક્ષાબેન મહેન્દ્રભાઈ સોનીના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે ‘મહિલા સશક્તિકરણ અને કાનૂની અધિકાર' વિષય ઉપર એક દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર૮ બહેનો અને ૨૭ ભાઈઓ મળી કુલ ૫૫ જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. મંડળની મહિલાપાંખના કન્વીનર શ્રીમતી દક્ષાબેન સોનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
સેમિનારમાં શ્રી ડી.ટી.સોની, નિવૃત્ત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને હાલ પ્રેસિડન્ટઃ જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટ, ગાંધીનગર; સુશ્રી હિમાલી જોશી, મદદનીશ પોલીસ કમિશનર મહિલા ક્રાઇમ, અમદાવાદ શહેર; શ્રી મહેન્દ્રભાઈ આર. સોની, નિવૃત્ત નાયબ સચિવ અને મંડળના પ્રમુખ; શ્રી જયરામભાઈ સોની, લીગલ વોલિયન્ટર, જિલ્લા કોર્ટ, ગાંધીનગર અને શ્રી ગોવિંદભાઈ નશીત, લીગલ વોલિયન્ટર, જિલ્લા કોર્ટ, ગાંધીનગરે જુદા જુદા વિષયો ઉપર મહિલા સશક્તિકરણ, વ્યશનમુક્તિ, ગ્રાહકોના અધિકાર, મહિલાઓના અન્ય કાનૂની અધિકાર, પોલીસ રક્ષણ, કાર્યસ્થળ ઉપર મહિલાઓની જાતીય સતામણી સામે રક્ષણ અંગેની જોગવાઈઓ સહિતના વિવિધ વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મોનિકા સોની અને આભારદર્શન શ્રીમતી હિરલ સોનીએ કર્યું હતું.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
