News of Monday, 24th June 2024
કાશ્મીરમાં સાંસ્કૃતિક સમાનતાના સૂર રેલાવતા ભાવનગરના ધ્રુવ પંડયા

રાજકોટ તા. ર૪: મહેસાણાના બાસણાની વિશ્વગ્રામ સંસ્થા, સંજય તુલાજી દ્વારા સ્થાપિત, કાશ્મીરના જિલ્લાઓમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજી છે. તાજેતરમાં ડોડા જિલ્લામાં આયોજન થયેલા કાર્યક્રમમાં ભાવનગરના યુવા સંગીતકાર ધ્રુવ પંડયાએ ભાગ લીધો હતો.
ધ્રુવ છેલ્લા ચાર વર્ષથી કાશ્મીરના શૈક્ષણિક પ્રવાસે રહ્યા છે. જયાં તેમણે બાળકો અને યુવાનો સાથે સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો આદાન-પ્રદાન કર્યો છે. વિશ્વગ્રામ સંસ્થા ગુજરાતના યુવાનોને કાશ્મીરની સંસ્કૃતિ અને ભાઇચારોને નજીકથી ઓળખાવીને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
ધ્રુવ પંડયાના ઉદ્દેશ્ય અન્વયે, તેમ ાત્ર કાશ્મીર સુધી મર્યાદિત નથી. તેઓએ સમગ્ર ગુજરાતમાં ૧૦૦થી વધુ વૃદ્ધાશ્રમોમાં સંગીતના કાર્યક્રમો યોજીને વડીલોને મનની હુંફ પૂરી પાડવાનો અભિગમ ધરાવ્યો છે
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
