તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 24th June 2024
કાલે ભાજપ કટોકટી દિન મનાવશેઃ પોરબંદરમાં ડો.કથીરિયા મુખ્ય વકતા

રાજકોટઃ તા. ૨૪: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. ૨૫ જૂન ના રોજ પૂર્વ કેન્દ્રમંત્રી ડો. વલ્લભ કથીરિયાને પોરબંદર જિલ્લાના પ્રમુખ વકતા તરીકે જવાબદાર સોંપવામાં આવી છે.
પોરબંદર જિલ્લા ના ''કમલમ'' ભાજપા કાર્યાલય ખાતે કાલે મંગળવાર સાંજે ૫: વાગ્યે યોજનારા કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્ય સંગઠનના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યો ઉપરાંત, જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા વેપારી મંડળો- અગ્રણીઓ વિવિધ ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, પોરબંદર જિલ્લાના નામાંકિત વ્યકિતઓ, કલાકારો અને રમતગમત સાથે સંકળાયેલા રમતવીરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓ વગેરેની ઉપસ્થિતિમાં પોરબંદર જીલ્લામાં રહેતા હયાત મીસાવાસીઓનો સન્માન કરવામાં આવશે. તેઓ પોતાના અનુભવકથન પણ કરશે. આ પ્રસંગે ડો. વલ્લભ કથીરીયા તેમનાકટોકટી દરમ્યાન અનુભવો અને વર્તમાન પરી પ્રેક્ષ્યમાં કટોકટી દિન- કાળા દિન વિષે વકતવ્ય આપશે. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદનું પણ આયોજન છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
