<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

આણંદના તારાપુરના સાંઠ ગામના સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી

કારમાં સીએનજી ફિલિંગ કરી નોઝલ બહાર કાઢતા સમયે કારમાં લાગી આગ

આણંદના તારાપુરના સાંઠ ગામના સીએનજી પમ્પ પર કારમાં આગ લાગી હતી. કારમાં સીએનજી ફિલિંગ કરી નોઝલ બહાર કાઢતા સમયે કારમાં આગ લાગી હતી. ગેસ પંપ માલિક દ્વારા પોતાની પાસેના ફાયર સેફટીના સાધનો અને પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી. ગેસ ભરતી વખતે લાગેલી અચાનક આગને લઇ કાર સંપૂર્ણપણેબળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે પંપને ભારે નુકસાન થવા પામ્યું છે.

(6:47 PM IST)